પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવીને તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપીને તેમના ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને તથા ગ્રામ્ય વિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરીને આપવામાં આવતી સેવામાં સુધારો લાવીને પંચાયતી રાજ સંસ્થાઓનું સશક્તિકરણ કરવું.

ગુજરાત રાજયના ગ્રામિણ વિસ્તારોમાં પાણી પુરવઠો અને સ્વચ્છતાને લગતી સેવાઓ અવિરત પણે મળે જેના થકી પાયાના આરોગ્યા અને સ્વચ્છતાનું ધોરણ જળવાઇ રહે. જે રાજયમાં સામાજીક – આર્થિક વિકાસ, કોમી સંવાદીતા અને શાંતિ તરફ લઇ જાય.

ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગની મુખ્‍ય કામગીરીમાં પેયજળ માટેની પાણી પુરવઠા યોજનાઓ ના આયોજન, અમલીકરણ, અને તેમાં નાણાંકિય સહાય સમાવિષ્‍ટ છે. ગ્રામ્‍ય પાણી પુરવઠા યોજનાઓમાં નાના ગામો/પરાઓ માટે હેન્‍ડપંપ બેસાડવા, મીની પાઇપ યોજનાઓ કરવી તેમજ ગામોની પાઇપલાઇન ધરાવતી વ્‍યક્તિગત પાણી પુરવઠા યોજનાઓ તથા ઘણા ગામોને આવરી લેતી મોટી જૂથ પાણી પુરવઠા યોજનાઓનો ને આવરી લઇને એક આદર્શ ગ્રામ અને શહેર સ્થાપવાનું આયોજન કરે છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ ની રચના ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યમાં પેય જળ અને સ્‍વચ્‍છતાની સેવાઓના વિકાસ, નિયમન અને નિયંત્રણ માટે કરવામાં આવેલ છે. રાજયના ગ્રામિણ વિસ્તારોમાં પાણી પુરવઠો અને સ્વચ્છતાને લગતી સેવાઓ અવિરત પણે મળે જેના થકી પાયાના આરોગ્ય અને સ્વચ્છતાનું ધોરણ જળવાઇ રહે.

ગુજરાત રાજયમાં પશુપાલન ખાતા મારફતે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન દ્વારા પશુઓનું ઉત્પાદન વધારવા સાથે, સ્થાનિક ઓલાદોનું જતન, પશુપક્ષીઓને રોગોથી રક્ષણ જેવી અનેક બાબતો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

પશુપાલન વ્‍યવસાય એ ગ્રામીણ ભારતમાં કૃષિ પછી સૌથી મોટા વ્યવસાય તરીકે ઓળખ ઉભી કરેલ છે. ગ્રામીણ ભારતમાં પશુપાલન વ્‍યવસાય એ વંશ પરપરાગત અને પ્રાચીન વ્‍યવસાય છે. ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા જે અર્ધકુશળ અને બિન-કુશળ લોકોને ઘર-આંગણે રોજગારીની તકો પુરી પાડે છે. પશુપાલન એ મહિલા પશુપાલકને પૂરક, કાયમી આવર્તિત આવક પૂરી પાડી કુટુંબ માટે આજીવિકાનુ સાધન છે.

ગુજરાત રાજ્ય ગ્રામ ગૃહનિર્માણ વિભાગ દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવીને તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપીને તેમના ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને તથા ગ્રામ્ય વિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરીને આપવામાં આવતી સેવામાં સુધારો લાવીને પંચાયતી રાજ સંસ્થાઓનું સશક્તિકરણ કરે છે.

પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારનો તેમજ ગ્રામિણ પ્રજાનો સર્વાગીં વિકાસ થાય તે અર્થે પંચાયતી રાજ સંસ્થાઓની અસરકારક ભાગીદારી.