संहतिः कार्यसाधिका ||

સદીઓ પહેલા લખાયેલા આ સુભાષિતનો અર્થ છે. સહિયાળા કાર્ય થી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સહિયારી પ્રગતિનો સહિયારો પ્રયાસ ગુજરાત એટલે સર્વાંગી વિકાસ…

સર્વક્ષેત્રે પ્રગતિ કરતા સૌરાષ્ટ્રની ઉપલબ્ધીનો શ્રેય જાય છે એક એવા વ્યક્તિવ્યને જે સર્વાંગી કુશળતા ના પર્યાય જી હા….

ઉત્તમ નેતા તરીકે સોળેય ગુણ ધરાવતા યુવાનેતા શ્રી જયેશ રાદડિયા પારદર્શક નિર્ણય કરતા દુરંગદેશી દ્રષ્ટ્રિ ધરાવતા.

જયેશ રાદડિયાનો જન્મ 20 ડિસેમ્બર 1981 ના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ખેડૂતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના ઘરે થયો. ગુજરાતના દિગ્ગજ નેતા, પટેલ સમાજના અગ્રણી આગેવાન ખેડૂત પુત્ર શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા અત્યારે પોરબંદર સીટ થી લોકસભામાં નેતૃત્વ કરી ગુજરાત અને દેશની સેવા કરી રહ્યા છે.

જયેશ રાદડિયા નાનપણથીજ ખુબજ તેજસ્વી સ્વભાવ અને માતા-પિતાના સંસ્કારો તેમનામાં ઊતર્યા હતા.

પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માંથી બેચલર ઓફ એન્જિનિયરીંગ (સિવિલ) ડિગ્રીમાં સ્નાતક પદવી વડોદરા ખાતે વર્ષ 2001માં પ્રાપ્ત કરી.

તેમણે પોતાના કોલેજ કાળ દરમિયાન એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના જનરલ સેક્રેટરી(GS) તરીકે ચૂંટાયા હતા.

તેમણે 12 મી ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી લડીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. ધોરાજી વિધાનસભા બેઠકથી જીત્યા બાદ તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.

વર્ષ 2012 દરમિયાન, ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વ હેઠળ તેમના પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. ત્યારબાદ, 13 મી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન, તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 74-જેટપુર બેઠક પરથી ચૂંટણી લડી અને ફરીથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.

વર્ષ 2012 માં ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ, તેમને તતકાલ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકારમાં રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

2013 માં ગુજરાત સરકારના મંત્રાલયના સુધારા દરમિયાન, જયેશ રાદડિયાને ગુજરાત રાજ્ય સરકાર વર્ષ 2013 થી 2016 સુધી પાણી પુરવઠા (કલ્પસર સિવાય) અને પ્રવાસન મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

તેમને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની સરકારમાં મંત્રી તરીકે ખુબ સારી રીતે કામગીરી કરીને કાર્યભાળ સાંભળ્યો.

વર્ષ 2016 માં નવા મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાનીની સરકારમાં જયેશ રાદડિયાને મંત્રી તરીકેનો કાર્યભાળ સાંભળવાનો થયો તેમને ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સ, કોટેજ ઉદ્યોગ અને પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના કેબિનેટ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

જયેશ રાદડિયા સાથે સાથે સમાજ અને સોસાયટી માટે અનેક સંસ્થા સેવા પણ આપે છે….

* રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ના ડાયરેક્ટર

* પ્રેસિડેન્ટ, શ્રી વ્રજવલ્લભ સોશિયલ ગ્રુપ, જામકંડોરણા

* પ્રેસિડેન્ટ, શ્રી હંસરાજભાઈ સવિજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન.

* પ્રમુખ, માતૃ શ્રી જયાબેન રવિજીભાઈ ભાલાળા કન્યા છાત્રાલય

* પ્રમુખ, શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ જામકંડોરણા

* પ્રમુખ, શ્રી સરસ્વતી કેળવણી મંડળ જામકંડોરણા

* ટ્રસ્ટી, સ્વ. શ્રી કલ્પેશ કુમાર વિઠ્ઠલભાઈ રાદડીયા ગૌવન પંજારપોલ

* ટ્રસ્ટી, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ નાથદ્વારા.

* ટ્રસ્ટી, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારકા

* ટ્રસ્ટી, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ મથુરા.

* ટ્રસ્ટી, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ હરિદ્વાર.

જેવી અનેક સંસ્થામાં વર્તમાનમાં સેવા આપીરહ્યા છે

નેતૃત્વ એક ઉપલબ્ધીઓ અનેક…